Feeds:
Posts
Comments

Archive for July, 2011

આવ્યો છું –

હું ગઝલ કહેવા તમોને આવ્યો છું
ના કહેવાયેલું  બધુંયે લાવ્યો છું

એ ના આવ્યાં તોય ફરિયાદ ક્યાં
તારા ગણતો રહીને હું ફાવ્યો છું

ફુલની આ મ્હેંક પણ મોંઘી પડી
લો, ગુલાબે જો મને તો તાવ્યો છે !

એક અવસર આમ તો ભૂલી જતે
આજ પાછો એ ફરીથી આવ્યો છે

એ મને તો એમ પણ ના કહી શક્યાં
મેં જ ખુદને એક તમાચો માર્યો છે

ડૂબવાની નેમ લઈ જ્યારે ગયો
મોજાઓએ લઈ મને તો તાર્યો છે !

એ ભલેને માનતો માહિર છે
મારી સાથે એય પણ હાર્યો જ છે

ભરત ત્રિવેદી
૭.૧૯.૨૦૧૧

Advertisements

Read Full Post »

સમજાય છે?

યાદ આવે ને પછી ભૂલાય છે
આપને આવું કશું ક્યાં થાય છે!

સાવ ખાલી ખમ સમના હાથમાં
એ કહો ક્યારે કશું સચવાય છે !!

એમ તો હું બાદબાકી ના કરું
કોઈ  પાછું કેમ ચાલ્યું જાય છે !

એ ગલી, એ ગામ ને લોકો છતાં
ચ્હેરો મારોં રોજનો બદલાય છે !

મન મનાવી લો પછી એવું કહી
સાંજ પડતાં સૂર્ય ક્યાં રોકાય છે !

દૂરથી દેખું અને દાઝું નહી
મન અમારા વાત શું સમજાય છે !

ભરત ત્રિવેદી

Read Full Post »

સ્વીકારી જ લઈએ-

હવે એક વાત સ્વીકારી જ લઈએ
ચમકતા સિતારા ના ખીસ્સામાં ભરીએ

હવા તો હવા છે ક્યાં કાયમ ટકે છે
કદી શઢ બનીને સહારે ના રહીએ

તમારી દશા એમ બદલાઇ જાશે
અરે સોમથી શુક્ર તે’વાર ગણીએ

અમારે ને એને અદાવત છે એવી!
સૂરજનીય સાથે અમે ના જ ઢળીએ

ગઝલ એક એવી બલા છે –બલા છે
અમારૂં જો માનો તો પાછળ ના જઈએ

-ભરત ત્રિવેદી

7.18.2011

Read Full Post »

એક પડછાયો હતો સારો હતો
એટલે લાગ્યો મને તારો હતો !

સાવ સંતાડી દઉં જો તક મળે
આયનો ક્યારેક જે પ્યારો હતો !

‘જાઉં છું’ એવું કહયું તેણે, પછી
બારણું ખોલ્યા વિના ચારો હતો ?

એ નદીની જેમ દોડી જઈ રહી
રોકવાનો ક્યાં પછી ધારો હતો !

હા ભલેને ખુશ થતા એ જઈ પણે
લો, રમતમાં એમનો વારો હતો !

હું સમંદર એમ તો આંબી ગયો
પણ અનુભવ એ જરા ખારો હતો!

ઘૂઘવાતું મન જરા ઉમટી પડ્યું
રોકવાને ક્યાં પછી આરો હતો !

-ભરત ત્રિવેદી

૭।૧૧।૨૦૧૧

Read Full Post »

એક  અછંદસ કવિતા-

તેના કાનમાંથી

વરસતાં આંસુ

મારી આંખે

દિવા જેવાં પડઘાય છે, ત્યારે

કવિતા  કાન મરડી

ઊભી રહી જાય છે !

તો, લાગ જોઇને

કાગડી, કોયલના માળામાં

બતક જેવાં બાઘાં ઈંડાં

મૂંકીને

લીમડાની તીખી ને તમ તમતી ડાળપર

થા થા થૈયા કરતા વ્હાલા કાગડાને

મોરની માફક

મહેંકી મ્હેંકીને

તાલીઓના તાપે

બચુભાઈના હાથમાંની પૂરી

પડાવી લઈ

લ્હેરથી દહી સાથે

ખાવાની પેરવીમાં પડેલી જોઈને

આવી કવિતા ટપકી પડે છે !

Read Full Post »