Feeds:
Posts
Comments

Archive for May, 2011

મન ભરીને ગાય છે –

હર ગઝલ લખતાં વખત આ થાય છે
વાત મારી આપને સમજાય છે ?

એકલો પડતાં  હવે પૂછે મને
આયખું દરરોજ  ખાલી થાય છે ?

આ અમારો ભ્રમ હશે કે સત્ય આ?
સાવ ધીમું કોઈ ભીતર ગાય છે !

એ જ  પંખી સાવ મૂંગું થઇ જશે
ડાળ પર જે આજ ગીતો ગાય છે !

સાવ કોરી આંખને આ શું થયું?
દૃશ્ય આવી સેંકડો છલકાય છે !

-ભરત ત્રિવેદી
5/24।2011

Advertisements

Read Full Post »

ઈશ્વરને ઘેર જઈ આવ્યો –

એક વાર ઈશ્વરને ઘેર હું ગયેલો.

હીંચકા પર તે અને તેનું બૈરુ હિંડોળા લેતાં હતાં

મને જોતાં જ તેમનું બૈરુ બોલ્યું

બસ, ઈયાં જ રૈ જાવ તમે

 લાગલા એમ કહેવા

ના મંડી પડતા કે અમે બે શનાભાઈની

હોસ્ટેલમાં સાથે રહ્યા હતા, ને

ખંડેરાવ માર્કેટામાં વહેલી સવારે ઊઠીને

સસ્તા ભાવે શાક ભાજી લેવા જતા હતા !

ગોવિંદાજી ગયેલા

દ્વારકા ગયેલા એક સામાજિક પ્રસંગે

આવતાં રથનું પૈડું નીકળી જતાં

કાલ બપ્પોરના નીકળેલા આજે સવારે જ

આવ્યા છે.

થાકેલા છે

અને થોડા ગુસ્સામાં પણ છે

એટલે કશું લેવા કરવા આવ્યો હોતો

બસ એટલેથી જ પાછા વળી જાવ- ભામાશા

હું બોલ્યો હું ભામાશા નહીં સુદા…

ઇ, ઇ, ભાઈ એ જે હોય તે

પણ તમે પાછા વીયા જાવ.

હું કચવાતે મને બોલ્યો

મારી બૈરીએ મારા દોસ્ત માટે

થોડા ખાખરા મોકલ્યા છે

તે જો લઈ લો તો ….

 અત્યાર સુધી

બેક ગ્રાઉન્ડમાં

નસરત ફતેઅલી ખાનના પડછંદ

અવાજમાં ‘ જો ગયા ઉસે ભૂલા જા’ સાથે મુસ્કાતા

ને પગથી તાલ આપતા મુરારિ

 બેઠકથી એક સાઈડ પર ઊંચા થઈ

ધડાક લઈ બોલી પડ્યા

 તેમાં મને ગમતા વાલ અને મૂળાના

ખાખરા પણ છે ને?

હું તત પત કરતાં બોલ્યો

એમ તે હોય વ્હાલા !

તમને ભાવતા ખાખરાની

ખબર મારી બૈરીને ના હોય !

 ચકચકિત સ્ટીલનો ડબ્બા પર

પડતાં સમી સાંજનાં કિરણ મુરારિની

બૈરીની આંખમાં પ્રતિબિંબાતાં રહ્યાં.

ઝટપટ હીંચકા પરથી હેઠાં ઊતરી

ડબો લઈ ગયાં ત્યારે

મુરારિએ મારી સામે આંખ મીંચકાવી

તથાસ્તુ જેવો ઇશારો કર્યો

હું ચૂપચાપ નીકળતો જ હતો ત્યાં

પાસે ઊભેલા એક

ચારણને છીંક આવી

મુરારિનું બૈરુ લાગલું જ

‘બ્લેસ યુ’ કરતાં તેની પાસે દોડી ગયું!

 મુરારિ વિલે મોઢે ને લાચાર આંખે

મારી તરફ જોતા રહ્યા

મને થયું વ્હાલાની આંખમાંથી

એક આંસુ પણ નીકળશે તો

દ્રારીકાનો દરિયો માઝા મૂકી

આખી દ્વારીકા ડૂબાડી દેશે.

ચૂપચાપ ગાયોના પોદળાથી બચતો,

કુર્નિસ બજાવતો હું

એવો ભાગ્યો એવો ભાગ્યો કે …..

Read Full Post »

તમોને કૈ નથી કહેવું હવે તો વધારે પણ્
વધારે જીદ પણ શાને વધારે ના જ કહેવા પર ?

Read Full Post »

नजम-

 नजम-

तुम चाहो तब आ सकती हो
गीत पूराने गा सकती हो

खाली जामका क्या है शिकवा
मदिरा आंखों मे ला सकती हो

भीगे बादल बरस गए तो
तुम गगन मे छा सकती हो

बूझ गए सब दिये तब भी
बिजली आंखों मे ला सकती हो

रूठो या कतराओ तब भी
बगैर मेरे जा सकती हो ?

-भरत त्रिवेदी

Read Full Post »

ગઝલ-

 ગઝલ-

રાગ મળે તો જોડી લઈયે
ગીત બને તો દોડી લઈયે

જ્યાં બોલાતું નામ આપણું
ધજા આપણી ખોડી લઈયે

કામ પત્યું કે લાગ જોઈને
હાથ આપણે છોડી લ્ઈયે

આગણ પાછળ શું જોવાનું !
ખુદનું આમજ ફોડી લઈયે

ડૂબ્યા ડૂબાડ્યા છોડી દઈને
ઝટપટ ઝટપટ હોડી લઈયે

-ભરત ત્રિવેદી

Read Full Post »

ઘોતા રહો તમે-

ઘરથી વિદાય થાય ને જોતા રહો તમે
દિવસો પસાર થાય ને રોતા રહો તમે

રાતે તો આવશો તમે પાછા ફરી ઘરે
દિવસે પછીથી કેટલું સોતા રહો તમે

એની તો વાત ઠીક છે તારી જ વાત કર
ખીસે ભરેલા તારલા ખોતા રહો તમે

એવી જ એક વાતને વર્ષો વિતી ગયાં
કોરી પડેલી આંખને લોતા રહો તમે ?

એથી નવું તો ના થયું વર્ષો વહી ગયાં
ડાઘા પડેલી રાતને ઘોતા રહો તમે

-ભરત ત્રિવેદી

Read Full Post »

तुम जाती हो –

अब भी जब तुम आती हो
मौसम की खूसबों लाती हो

मेरे सूखे आंगन मे फिर
पतझड छाई तुम पाती हो

मै सोचुं ये क्या होता है
गीत अधूरे तुम गाती हो

रात रीमझीम बारीश बरसे
तुम छनाछन क्यूं न्हाती हो

भीगी पलको देख सकु क्या
तुम सबेरे जब जाती हो !

– भरत त्रिवेदी

Read Full Post »

Older Posts »