Feeds:
Posts
Comments

Archive for April, 2011

એક હળવી ગઝલ-

ઓ ભરત આજે કશું લઈ આવને
‘શારદા’ને તું ગઝલ સમજાવને

આ અગાસીમાં ખરે છે ચાંદની
બસ તમે આવો છમાછમ ન્હાવને

આવવાની છે જ તો શો ડર પછી
આજ આવીને મને તડપાવને !

આ પડ્યું તે બેડલું માથે લઈ
આંખથી અમસ્તું જરા મલકાવને

આજ પણ સૂરજ તને તાકી રહ્યો
-ચાલ એને રોકડું પરખાવને!

-ભરત ત્રિવેદી

Read Full Post »

મુક્તક-

 મુક્તક-1

પ્રેમમાં એ તો થવાનું હોય છે
આવનારે તો જવાનું હોય છે!
એકદમ આરંભથી તે અંત લગ
એક ધાર્યું ચાહવાનું હોય છે!

મુક્તક-2

આપને સુંદર બનાવ્યાં ખૂબ , હોં !
મે સ્વપ્નોને સજાવ્યાં ખૂબ, હોં
આપ રિસાયાં નથી મારાથી પણ
તે છતાંયે મેં મનાવ્યાં ખૂબ , હોં

મુક્તક- 3

આ પવનની જેમ તું ફરફર ન કર
લાગણી તું પણ થઈ ખરખર ન કર
આંખ તું ઘેરાઇ વાદળ થઈ ભલે
વાદળોની જેમ તું ઝરમર ન કર

મુક્તક-4

પ્રેમમાં એવું બધું તો થાય છે
‘હેવમોરે કૉફિઓ પીવાય છે!
કોઈ મળવા જો આવે મને
શ્વાસમાં આખી સદી પડઘાય છે

મુક્તક-5

મનમાં સતત એ થાય કે શ્રધ્ધા તરત ફળે
મંદિર તરફ તું જાય ને બિલ્લી તને મળે

ભીતર ભલેને હોય તું મંદિરની છતાં
સ્લીપરની સાથે પર્સની ચિંતા નવી ભળે

મુક્તક-6

અંધારું છે અજવાળું છે
તારુ મારું સહિયારૂ છે
આવો તો ઓઢાળુ તમને
દરદ આપણું મઝીયારૂ છે !

-ભરત ત્રિવેદી

Read Full Post »

જાતી નથી!

જાતી નથી!

જાઉં છું એવું કહી જાતી નથી!
આંખથી ઓઝલ હવે થાતી નથી !

દૂરથી આભાસ છે તેનો ખરો
પાસમાં આવી કશું ગાતી નથી !

લાખ ગુસ્સામાં ભલેને હોય તે
સમ અમારા એ કદી ખાતી નથી !

લાગણી ઊંડી ભલે ખળખળ વહે
વાયુ પેઠે એ કદી વાતી નથી !

આટલી સમજાવવા મારા છતાં
તું ગઝલમાં કેમ રે માતી નથી!

-ભરત ત્રિવેદી
૪/૫/૨૦૧૧

Read Full Post »

તો શું કરુ?-

મન અમારું માનવાની ના કરે તો શું કરૂ?
નાવ ખૂદ મઝધાર ડૂબી શું હવે પાછો ફરું!

જોરથી વ્હેતા પવનનો વાંક છે તો એટલો
એ નહીં થંભી શકે, છોને  ઘણું હું કરગરું

દૂરથી દેખી નદીને દોડતી દરિયા તરફ
એક પર્વત ઓસભીનો દેખશે એ તો ખરું

સૂર્ય જેવા સૂર્યને પણ કંઈક તો થાતું હશે
ફુલ ભમરાને કહે કે આવ બાહોમાં ભરું

આજ જાતાં એમની આંખે નમી તો છે ખરી
આવશે એકાદ સપનું આપણા માટે ખરું?

-ભરત ત્રિવેદી
૧૨.૧૧.૨૦૧૦

Read Full Post »