Feeds:
Posts
Comments

Archive for March, 2011

એક છોકરી પ્રેમમાં પડી-

પડી તો એવી પડી કે
પછી
લાગલી જ બેઠી થઈ ગઈ
ને
સ્કર્ટ સંકોરી,
ઢીંચણ અને કોંણીપર
પડેલા નાજૂક ઘાવને
પંપાળતી,

આમ તેમ જોતી
તે એવી તો ભાગી કે

દૂર જઈને
તેની બન્ને આંખ પર
હાથ ઢાંકી દઈને
  
જાણે
નજરથી ઓઝલ થઈ ગઈ!

-ભરત ત્રિવેદી

Advertisements

Read Full Post »