Feeds:
Posts
Comments

Archive for February, 2011

આવીશ ના

આવીશ ના

‘આવજે’ પણ જા હવે આવીશ ના
લાખ કોશીષ છતાં ફાવીશ ના

ભાર છે આજે વ્યથાનો એટલો
વાત તારીનું વજન લાવીશ ના

આ જિગર છે રેલની બેઠક નથી
આ જગા હર વખત પામીશ ના

લે તપાસી નોટ આ સામે પડી
યાર તારી જેમ જો બાવીસ ના

પાન મીઠાં ને કપુરી હોય છે
હર જગાએ હું છતાં ચાવીશ ના

ભરત ત્રિવેદી
૨/૧૯/૨૦૧૧

Read Full Post »

 

કંકોત્રી-

ટપાલી તારા લગ્નની કંકોત્રી
નાખી ગયો

તેને
મેં ફાડી નાખી

એક હજાર ટુકડાઓ કરી
ફંગોળી દીધા હવામાં-

એ ટુકડાઓ એકઠા કરીને
જોડવા મથ્યો 
સારી બપ્પોર

હવે
આ સાંજે તે વિષેની એક કવિતા
લખવા બેઠો છું!

-ભરત ત્રિવેદી

Read Full Post »

જવાનું હોય છે-

આવનારે તો જવાનું હોય છે!
પ્રેમમાં આવું થવાનું હોય છે

કોઈ ચાલ્યું જાય તેથી શું થયું
કોઈ ક્યારે નવાનું હોય છે

લાવ આજે તો અહીં અટકી જશું
કોઈ એવું ઘર હવાનું હોય છે?

કોઈ વેળા ઝેર મારણ હોય છે
કામ તારે તો દવાનું હોય છે

સાવ સાદી વાતની કેવી અસર
કામ તારે ક્યાં નવાનું હોય છે!

-ભરત ત્રિવેદી

૨/૨/૨૦૧૧

Read Full Post »