Feeds:
Posts
Comments

Archive for January, 2011

કરાવ્યું તે છતાં  –

જળકમળ છોડી બતાવ્યું તે છતાં
મન અમારું તેં જતાવ્યું તે છતાં

જીતની બાજી ભલે હાર્યો છતાં
તેં જ મારું મન મનાવ્યું તે છતાં

કેમ પાછું ત્યાં જ ચાલ્યું જાય છે
મન અમારું તેં સતાવ્યું તે છતાં

 ભર સભામાં નામ મારું આવતાં
મનમાં તારા શું ઠરાવ્યું તે છતાં

એકલું પડતાં ગરજતું હોય છે
એમણે એવું ડરાવ્યું એ છતાં

 એક આ બાકી હતું- મારું હતું 
તેય નામે તેં કરાવ્યું તે છતાં

ભરત ત્રિવેદી
૧.૪.૨૦૧૧

Advertisements

Read Full Post »

દમ હતું  દીવાસળી!

હું ગઝલ કહેવા ગયો ને તું મળી
લો,ગઝલ આજે કહું કેવી ફળી !

આમ તો ખાલી હતી મારી કથા
વેદના હરસ્વાસમાં આવી ભળી !

એમ તો તે શાંત થઈ બેઠી હતી
બોલકી આજે બની પાછી વળી!

હોય શું મોસમ! પછી કોની અસર?
લીંબડાની ડાળ તે આવી ગળી!

થાય છે આ દેખતાં ભડભડ વનો
બાળા ઘણુંયે દાખવે દીવાસળી!

-ભરત ત્રિવેદી
૧.૪.૨૦૧૧

Read Full Post »