Feeds:
Posts
Comments

Archive for December, 2010

તોડી બતાવું તું કહે તો-

જળ કમળ છોડી બતાવું તું કહે તો
આમ આવી ના સતાવું તું કહે તો

આપને નાહક સતાવ્યા એ ખરૂ છે
પ્રેમ પણ આજે જતાવું તું કહે તો

કેટલા અવતાર ને અવતાર ત્યારે
આજ  હીસાબો પતાવું તું કહે તો

આમ તો ખામોશ બેઠો છું છતાંયે
આજ એ જખ્મો વતાવું તું કહે તો

એક લે આધાર બાકી છે હવે તે
જો હવે તોડી બતાવું તું કહે તો

-ભરત ત્રિવેદી
૧૨.૩૦.૨૦૧૦

Advertisements

Read Full Post »

પ્રેમમાં થાય તે જોયા કરું-

પ્રેમમાં જે થાય તે જોયા કરું
તું કહે તો એમ બસ રોયા કરું

કંટકોની બીક તો લાગે જ છે
ફુલને જો દૂરથી સુંઘ્યા કરું !

ચાદરોમાં ડાઘ મૂંકીને ગયા
હું હવે એ સામટી ધોયા કરું !

એક તો આ બાઈ સાલી ચોર છે
કેમ વાસણ રોજ તો ખોયા કરું !

સાવ સસ્તા જે હતા તે આ પડ્યા
આ વટાણા કેટલા મોયા કરું!

-ભરત ત્રિવેદી
૧૨.૩૦.૨૦૧૦

* સ્વ.કવિ કૈલાસ પંડિતની ક્ષમા સાથે.

Read Full Post »

ક્યાં ઠરેલું  જાણ છે-

છળ કપટ કેવું કરેલું  જાણ છે ?
પાન અમથું ના ખરેલું જાણ છે?

કોણ કોના તે ગણાવે દોષ પણ
નાવમાં તેં શું ભરેલું  જાણ છે?

આજ તો ચૂપચાપ બેઠી છે છતાં
કેમ આવી મન હરેલું જાણ છે?

એમ સામે આવતી દેખી તને
કોણ રેતીમાં તરેલું જાણ છે?

કૈ ન કહેવું હોય તે કારણ વગર?
શાંત જળ ક્યાં ઠરેલું જાણ છે?

-ભરત ત્રિવેદી
૧૨.૨૮.૨૦૧૦

Read Full Post »

હરવખત-

હરવખત-

એક પલ્લું કેમ નમતું હરવખત?
જે પરાયું એજ ગમતું હરવખત!

લાખ યત્નો બાદમાં લાવ્યા છતાં
કેમ પાછું ત્યાં જ ભમતું હરવખત?

પાછલી રાતે થતું કે આમ શું ?
કેમ આખી રાત ઝમતું હરવખત!

એમને ચૂપચાપ બેઠા જોઈને;
પૂછવું છે કોણ દમતું હરવખત?

આહ ભરતાં હાથ હૈયે જાય પણ
એમ દાબે ના જ શમતું હરવખત

-ભરત ત્રિવેદી

12.26।2010

Read Full Post »

ઘર બતાવ્યું હોય છે-

એમ તો તારું લખાવ્યું હોય છે
આંખ પર વાદળ વસાવ્યું હોય છે

એમ તો શાને બને જ્યાં તું વસે
એમણે ઉપવન બનાવ્યું હોય છે !

દૂરથી જોયા કરે- જોયા કરું
કેમ તેણે મન સતાવ્યું હોય છે!

આવ ભીતર ના પછી તું જૈ શકે
દ્વાર પણ કેવું બનાવ્યું હોય છે!

લાખ યત્નો બાદ થાક્યાં ચરણ
એમણે એ ઘર બતાવ્યું હોય છે!

 ભરત ત્રિવેદી
૧૨.૨૫.૨૦૧૦

Read Full Post »

સતાવું કેટલાં-

એમ તો કારણ બતાવું કેટલાં
એમને નાહક સતાવું કેટલાં?

આવવાનાં હોય તો આવે જ છે
રોજના એથી જતાવું કેટલાં?

એક તો આ રાત ટૂંકી હોય છે
સ્વપ્ન આવે તે પતાવું કેટલાં?

રાતરાણી રાતભર આવી મળી
લે વિચારી કે લતાવું કેટલાં?

લાખ વાતે એ નવા તે ના જડ્યા
કાફિયાને હું વતાવું કેટલા?

 -ભરત ત્રિવેદી
૧૨।૨૩।૨૦૧૦

Read Full Post »

પરખાય છે-

પરખાય છે-

આમ આજે તો મને સમજાય છે
આંખ મીંચે માર્ગ ટૂંકો થાય છે

હર વરસ ટૂંકી થતી આ દોરડી
વર્ષગાંઠે કેટલો હરખાય છે!

 તું નથી તારા વગરની છે સફર
એમ તોયે માર્ગ ક્યાં બદલાય છે!

એક પંખી નભ વિષે લાચાર થઈ
સાંજ પડતાં કેટલું અટવાય છે !

એ જ બેઠો તીર તાતાં તાકતો
પારધી થોડો હતો પરખાય છે!

-ભરત ત્રિવેદી
૧૨.૨૦.૨૦૧૦

Read Full Post »

Older Posts »